Posts

Showing posts from July, 2021
Image
  પરાવર્તન   ‘ ધી ડાર્ક નાઈટ ’ ફિલ્મમાં જોકર નામક ખલનાયકનું પાત્ર ખૂબ જ પ્રસંસનીય થયું હતું. જોકરની વિચારધારા અસામાન્ય અને સાધારણ માનવીના મૂલ્યો પર પ્રશ્ન ઊભો કરે એવી હતી. આ ફિલ્મે તેના ખલનાયકના કારણે વૈશ્વિક સ્તરે ખૂબ જ નામના મેળવી હતી. આ પાત્ર દર્શકોને ખુબ પસંદ આવ્યું હતું . નિર્દેશકોએ નકારમતાક પાત્ર આકર્ષક લાગે એવું દેખાડવાની શરૂઆત કદાચ અહીંથી કરી હશે.   છેલ્લા ઘણા સમયથી વેબ સીરિઝ અને ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર પાત્રને પ્રેક્ષકો વધુ સ્વીકારે છે. વિલનનું દરેક કૃત્ય સહજતાથી દર્શકો આવકારે છે. આ દ્રષ્ટિકોણના સારા-નરસા પરિણામો છે. મનોરંજનમાંથી નવી નવી ગાળો શીખવા મળી છે. કોઈ વ્યક્તિને કેવી રીતે ઉતારી પાડવી , મામલો ગરમ થાય તો તેની સાથે મારઝૂડ કરી કેવી રીતે રુઆબદાર દેખાવું , વગર રોજગારે જલ્સા પાર્ટી કરવા વગેરે બાબતો પ્રેક્ષકો સ્વીકારી રહ્યા છે અને જીવનમાં લાગુ પાડવા પ્રયન્ત કરી રહ્યા છે. મનોરંજનના આ પ્રકારો સામાજિક મૂલ્યો નીચે લઈ આવ્યા છે , અન્યની પ્રત્યે અસંવેદનશીલ બનાવ્યા છે. કારણ હવે દરેક ભાત-પ્રાંતના લોકો પર ફિલ્મો-વેબ સિરીઝ બનવા લાગી છે. ન...